જામનગર એસ.ઓ.જી. પોલીસે જામનગર જીલ્લામાં ચેલા ગામ માંથી એક શખ્સ ૩,૫૦,૨૦૦ ની કીમત ના ૩૪ ગ્રામ મેફેડ્રોનપાવડર અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં નશાખોરી રોકવા અંગે કડક કાર્યવાહી કરવા સૂચના કરતા એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા ના માર્ગદર્શન તથા સુચના મુજબ પો.સ.ઈ. આર.વી.વીંછી ના નેત્રુત્વ વાળી ટીમના સ્ટાફના પોલીસ હેડ કોન્સ. દીનેશભાઇ રામજીભાઇ સાગઠીયાને મળેલ બાતમી ના આધારે જામનગર જીલ્લાના ચેલા ગામમાં ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા (રહે, ચેલા ગામ તા.જી. જામનગર)ના રહેણાંક મકાને રેઈડ કરતા આ શખ્સના રહેણાંક મકાનેથી ગે.કા. મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૩,૫૦,૨૦૦/-ની કિમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી શખ્સ વિરૂધ્ધ પંચ બી પો.સ્ટે. દ્વારા એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.