Thursday, January 16, 2025
Homeરાજ્યકાનાલુસ ગામમાંથી બે ઘોડા ડોકટર ઝડપી પાડતી જામનગર એસઓજી

કાનાલુસ ગામમાંથી બે ઘોડા ડોકટર ઝડપી પાડતી જામનગર એસઓજી

એક શખ્સ પાસેથી ગ્લુકોઝના બાટલા, બીપી માપવાનું મશીન, દવાઓ મળી રૂા. 2965 નો મુદ્દામાલ કબ્જે: બીજા શખ્સ પાસેથી રૂા.2873 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

લાલપુર તાલુકાના કાનાલુસ ગામેથી પોલીસની એસઓજીની ટુકડીએ બોગસ ડોકટરને ઝડપી લીધા છે. ડોકટરની ડિગ્રી ન હોવા છતાં આ બન્ને ઘોડા ડોકટર દર્દીઓની સારવાર કરી તેના આરોગ્ય અને જીવન સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. બન્ને શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે રણજીતસિંહ ચૌહાણના મકાનમાં તુષાર કાંતિ ગોપાલચંદ્ર અધિકારી (ઉ.વ.49) નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતાં ડોકટર તરીકેની ઓળખ આપી દર્દીઓને તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસૂલ કરતો હોવાની બાતમીના આધારે જામનગર એસઓજીએ રેઈડ દરમિયાન તેના કબ્જામાંથી રૂા.300 ની કિંમતનું પલબર્ડ નામની કંપનીનું સ્ટેટોસ્કોપ, રૂા.1000 ની કિંમતનું ઓમરોન કંપનીનું બીપી માપવાનું મશીન, રૂા.200 ની કિંમતના પાંચ નંગ ગ્લુકોઝના બાટલા, રૂા.120 ની કિંમતના ત્રણ નંગ ગ્લુકોઝના બાટલા, રૂા.50 ની કિંમતની પાંચ નંગ બાટલા ચઢાવવાની આઇવીસેટ, રૂા.105 ની કિંમતના 21 નંગ ઈન્જેકશન, રૂા.40 ની કિંમતની 20 નંગ ડીસ્પોવેન સીરીન્ઝ, રૂા.1150 ની કિંમતની જુદી જુદી કંપનીઓની એલોપેથી દવાઓ મળી કુલ રૂા.2965 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકિટનશ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય બનાવમાં લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લાલાભાઈના મકાનમાં ક્રિષ્ના સીરીશ દેવરી (ઉ.વ.24) નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસૂલ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીએ રેઈડ દરમિયાન રૂા.300 ની કિંમતનું સ્ટેટોસ્કોપ, રૂા.1000 ની કિંમતનું બીપી માપવાનું મશીન, રૂા.160 ની કિંમતના ચાર નંગ ગ્લુકોઝના બાટલા, રૂા.160 ની કિંમતના ચાર નંગ ગ્લુકોઝના બાટલા, રૂા.30 ની કિંમતની ત્રણ નંગ બાટલા ચઢાવવાની આઈવી સેટ, રૂા. 225 ની કિંમતના પાંચ નંગ ઈન્જેકશન, રૂા.150 ની કિંમતના 30 નંગ ઈન્જેકશન, રૂા.56 ની કિંમતની 28 નંગ ડીસ્પોવેન સીરીન્ઝ, રૂા.792 ની કિંમતની જુદી જુદી કંપનીઓની એલોપેથી દવાઓ મળી કુલ રૂા.2873 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકિટશનર્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular