મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને મોટી ખાવડી પાસેથી જામનગર એસઓજીએ ઝડપી લઇ મેઘપર(પડાણા) પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં નાસ્તોફરતો આરોપી હાલમાં મોટી ખાવડી ગામમાં રેલવે ફાટક પાસે હોવાની એસઓજીના હેકો.અરજણભાઇ કોડીયાતર, ચંદ્રસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે રેઇડ દરમ્યાન જગદીપસિંગ લખબીરસિંગ ખેરા નામના શખ્સને મોટી ખાવડી ગામેથી ઝડપી લીધો હતો અને મેઘપર(પડાણા) પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.