જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતું જઈ રહ્યું છે. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતી જોવા મળી રહી છે જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ વધ્યો છે.
મુખ્ય માર્ગો તેમજ હાઈવે પર ધુમ્મસના કારણે નજીકનું પણ સ્પષ્ટ રીતે દેખાતું નથી. પરિણામે વહેલી સવારના સમયે વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યતા ઘટતા વાહન વ્યવહાર ધીમો પડી રહ્યો છે અને સાવચેતી સાથે વાહન ચલાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.
View this post on Instagram
હવામાન વિભાગ અનુસાર જામનગરમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઠંડી અને ધુમ્મસની આ સ્થિતિથી સવારના સમયમાં કામકાજ માટે નીકળતા લોકો તેમજ દૂધ, શાકભાજી અને અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહન વ્યવહાર પર અસર પડી રહી છે.
પ્રશાસન દ્વારા વાહનચાલકોને ધુમ્મસ દરમિયાન લાઇટનો યોગ્ય ઉપયોગ કરી ધીમે ગતિએ અને સાવચેત રીતે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.


