Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સેલ્સમેને 9 લાખનો સામાન બારોબાર વેંચી માર્યો

જામનગરના સેલ્સમેને 9 લાખનો સામાન બારોબાર વેંચી માર્યો

બે માસ દરમિયાન 9.14 લાખની છેતરપિંડી આચરી : પાવડર અને સેમ્પૂ સહિતની આઈટમો વેંચી નાખી : કંપનીના કર્મચારી દ્વારા સેલ્સમેન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં રહેતો અને સેલ્સ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શખ્સે તેની કંપનીના પાવડર, વોશિંગ પાઉડર, સેમ્પૂ સહિતની જુદી-જુદી ચીજવસ્તુઓ, માર્કેટીંગ અને વેંચાણ માટે વેપારીને વેચ્યા બાદ 9.14 લાખની રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, અમદાવાદમાં વટવા વિસ્તારના વતની અને હાલ રાજકોટમાં રહેતાં રૂપમભાઈ રજનીભાઈ ચૌહાણ નામનો યુવાન ખીમજી રામદા ઈન્ડિયા પ્રા.લી. કંપનીમાં ફરજ બજાવે છે દરમિયાન આ કંપનીના જામનગર બ્રાંચના સેલ્સ ઈન્ચાર્જ તરીકે દિપક મનજી ગોહિલ (રહે. હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર 193/બી, જામનગર) નામનો યુવાન ફરજ બજાવે છે. 1 માર્ચ 2024 થી તા.30-04-2024 સુધીના બે મહિનાના સમય દરમિયાન દિપક ગોહિલે જામનગર શહેર અને જિલ્લાના વિસ્તારોમાં તેની કંપનીના એરીયર વોશીંગ પાઉડર, ટાઈડ વોશિંગ પાઉડર, હેડએનસોલ્ડર સેમ્પૂ, પેન્ટીંગ સેમ્પૂ, વિકસની આઈટમ સહિતની ચીજવસ્તુઓનું માર્કેટીંગ અને વેંચાણ કરવા માટે જિલ્લાના વેપારીઓ પાસેથી ઓર્ડર બૂક કર્યો હતો.

ત્યારબાદ સેલ્સ ઈન્ચાર્જ દિપકે આ ઓર્ડરનો અમુક માલ વેપારીને વેચી અમુક વેપારીઓ પાસેથી પ્રોડકટ માલ પરત લઇ સસ્તા ભાવે વેંચાણ કરી નાખ્યો હતો. તેમજ દિપકે શહેર અને જિલ્લામાં જુદા-જુદા વેપારીઓને ચીજવસ્તુઓના વેચાણ પેટે રૂા. 9,14,192 ની રકમ મેળવી આ રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. જેથી કંપનીના કર્મચારી રૂપમભાઈ દ્વારા દિપક મનજી ગોહિલ વિરૂધ્ધ સિટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જેના આધારે પીએસઆઈ ટી ડી બુડાસણા તથા સ્ટાફે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular