જામનગર રેલ્વે સ્ટેશન ઉપરની રેલ્વે પુછપરછ બારી કાયમી ધોરણે બંધ થયેલ અને સુવિધામાં ધટાડો થયાના ગઈકાલના અખબારી અહેવાલોના આધારે સાંસદ પૂનમબેન માડમ હાલ નવી દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં હોય જેથી તેઓએ તુરત જ આ બાબતે રેલ્વે સતાધિશોને આ બારી તાત્કાલીક શરૂ કરવા અને રેલ્વેની સુવિધાઓ ઓછી ન કરવા સુચના કરતા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આજે જ જામનગર રેલ્વે સ્ટેશન ઉપરની કાયમી ધોરણે બંધ કરાયેલ પુછપરછ બારી પુન: શરૂ કરવામાં આવેલ છે. જેનાથી લોકોની સુવિધાઓ યથાવત જળવાઈ રહેલ છે.