જામનગર શહેરમાં દીપાવલિ અને નવવર્ષના તહેવારોની સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે જામનગર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શનિવારે રાત્રે ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. શહેરના પવનચકકી, જકાતનાકા, સમર્પણ સર્કલ, સંતોષી માતાજીના મંદિર થઇને સરૂ સેકશન રોડ, હોસ્પિટલ રોડ, અંબર સિનેમા ચોકડી, ગુલાબનગર અને ત્યાંથી લાલબંગલા સર્કલ સુધી પોલીસ અધિકારીઓ અને જવાનોએ ફલેગમાર્ચ યોજી હતી. તહેવારો દરમ્યાન સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તેમજ શહેરીજનો સલામતી સાથે નિર્ભિકપણે ઉજવણી કરી શકે તે હેતૂથી આ ફલેગમાર્ચનું આયોજન કરાયું હતું. પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્ર્વાસનો સેતુ ઉભો કરવા માટે તેમજ કોઇપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપવાનો ઉદ્ેશ આ ફલેગમાર્ચ પાછળ રહેલો છે.
View this post on Instagram


