Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસીસીટીવી ફુટેજને આધારે સોનાનો હાર મુળ માલિકને પરત કરતી જામનગર પોલીસ

સીસીટીવી ફુટેજને આધારે સોનાનો હાર મુળ માલિકને પરત કરતી જામનગર પોલીસ

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ ઉપર એક વ્યકિતનું સોનાનો હાર પડી ગયો હોય તેના માલિકને શોધી જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પરત કરી પ્રશસંનીય કામગીરી કરાઇ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ ઉપરથી પાર્વતી જર્વેલસમાંથી 1,83,114ની કિંમતનો સોનાનો હાર લઇ નારણભાઇ માંડણભાઇ દેથરીયા પસાર થઇ રહ્યા હતાં ત્યારે પોતાની મોટરસાયકલમાંથી થેલી સાથે સોનાનો હાર પડી ગયો હોય આ અંગે સીટી-સી ડિવિઝનમાં જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસી આ રોડ ઉપર બે ઇસમો રસ્તા ઉ5રથી થેલી લેતાં હોવાનું સીસીટીવીમાં જણાતાં આ ઇસમોને શોધી તેમની પાસેથી સોનાનો હાર મેળવી મુળ માલીકને પોલીસ સ્ટેશને બોલાવી તેમને સોનાનો હાર પરત સોંપી આપ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી સીટી સી ડીવી પો.સ્ટે.ના I/C પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. જાવેદભાઇ વજગોળ તથા પો.હેડ.કોન્સ. પ્રદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રદીપસિંહ રાણા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફીરોજભાઇ ખફીએ કાર્યવાહી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular