જામનગર શહેરમાં રહેતી મહિલાનું મોબાઇલ સાથેનું ખોવાઇ ગયેલું પર્સ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગણતરીના દિવસોમાં શોધી કાઢી મહિલાને પરત આપ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા વીણાબેન દયાશંકર પંડયા નામના મહિલા થોડા દિવસ અગાઉ ડીકેવી કોલેજથી પંચવટી મહાદેવના મંદિર તરફ જતા હતાં ત્યારે રૂા.35000 ની કિંમતના બે મોબાઇલ ફોન સાથેનું દસ્તાવેજ વાળુ પર્સ રસ્તામાં કયાંક ગુમ થઈ ગયું હતું. આ પર્સ ગુમ થયાની જાણ પોલીસમાં કરી હતી. જેના આધારે પીઆઈ એચ.પી. ઝાલા અને પીએસઆઇ એચ.બી. વડાવીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં વન+ તથા રેડમી10 મોબાઇલવાળુ દસ્તાવેજ સાથેનું પર્સ શોધી કાઢી મહિલાને સોંપી આપતા મહિલાએ પોલીસની સરાહના કરી આભાર વ્યકત કર્યો હતો.