Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવધુ એક અસામાજિક તત્ત્વને હદપાર કરતી જામનગર પોલીસ

વધુ એક અસામાજિક તત્ત્વને હદપાર કરતી જામનગર પોલીસ

પોલીસ દ્વારા કરાયેલ દરખાસ્ત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરાતા કાર્યવાહી

જામનગર પોલીસ વધુ એક અસામાજિક તત્ત્વ સામે કરેલ હદપારીની દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતાં પંચ ‘એ’ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઇ જામનગર જિલ્લાની હદ બહાર મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્વારા જામનગર જિલ્લામાં અસામાજિક તત્ત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધા દ્વારા અસામાજિક તત્ત્વોને હદપારીનું શસ્ત્ર ઉગામતા પંચકોષી ‘એ’ ડિવિઝનના પીઆઇ એમ. એન. શેખ તથા એએસઆઇ જયપાલસિંહ જાડેજા દ્વારા જામનગર જિલ્લાના અલિયા ગામના અજય ઉર્ફે અજય રામભાઇ મકવાણા નામના શખ્સ વિરૂઘ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરાઇ હતી. આ દરખાસ્ત નાયબ પોલીસ અધિક્ષક જામનગર (ગ્રામ્ય) તથા પોલીસ અધિક્ષક મારફત જામનગર (ગ્રામ્ય) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી. એ. કાલરિયાને મોકલતા આ દરખાસ્ત મંજૂર કરતાં એએસઆઇ નિર્મળસિંહ જાડેજા દ્વારા અજય ઉર્ફે અજલો રામભાઇ મકવાણાને ઝડપી લઇ જામનગર જિલ્લાની હદ બહાર મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. આરોપી વિરૂઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં તથા પંચ ‘એ’ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular