જામનગર જિલ્લા પોલીસ દ્વારા આજે રક્તદાન શિબિર તથા સાયબર ક્રાઇમ અને રોડ સેફ્ટી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કર્યુ હતું.
થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો તથા ગરીબ બાળકો માટે જામનગર જિલ્લા પોલીસ (પંચકોષી ‘એ’ ડિવિઝન) દ્વારા જી. જી. હોસ્પિટલ, જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી, HDFC બેન્ક-જામનગરના સહયોગથી તા. 15 ડિસેમ્બરના રોયલ રિસોર્ટ, ખીજડિયા બાયપાસ રોડ પાસે, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરની સાથે સાથે સાયબર ક્રાઇમ જાગૃતિ માટે સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેમાં સાયબર ગુનેગારોની ગુના કરવાની રીતો સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram
આ ઉપરાંત ટ્રાફિક પોલીસનો રોડ સેફ્ટી સ્ટોલ પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો હતો. આ તકે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આર.બી. દેવધા, સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રકતદાનના સેવા યજ્ઞમાં જોડાયા હતાં.


