છોટીકાશી જામનગર શહેરમા આ વખતે એકતાલીસમી શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને નિલકંઠ મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું. જામનગર જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતીશકુમાર પાંડેય, જામનગરના એસ.ટી.એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. જી.એસ. ચાવડા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા, ડી.વાય.એસ.પી. ચાવડા, સીટી એ. ડીવીઝન ના પી.આઇ. એમ.જે.જલુ, સીટી બી. ડીવી. પી.આઇ. કે. જે. ભોયે, પી.એસ.આઇ. દેવમુરારી, આર.બી. ગોજીયા, કે. કે. ગોહિલ, કૌશિક સીસોદીયા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને સીટી એ. ડીવીઝન તથા સીટી બી. ડીવીઝનના ડી. સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત દોઢ કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, અને અનેક શિવભકતો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતા. પોલીસ અધિકારી – કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી જામનગરની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.