Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનવા વર્ષની ઉજવણી પહેલાં જામનગર પોલીસ એલર્ટ

નવા વર્ષની ઉજવણી પહેલાં જામનગર પોલીસ એલર્ટ

- Advertisement -

વિશ્વ આખામાં 2022નું વર્ષ વિદાય લઇ રહ્યું છે. ત્યારે નૂતન વર્ષને આવકારવા જામનગર શહેરની હોટેલો તેમજ શહેરની ભાગોળે આવેલા રિસોર્ટો, પાર્ટી પ્લોટોમાં થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણી થઇ રહી છે. ઉપરાંત લીમડાલાઇનમાં આવેલા 55 વર્ષ જુના સેક્રેટ હાર્ટ રોમન કેથોલિક ચર્ચ ખાતે આજે રાત્રે 12 વાગ્યે પ્રાર્થના અને ઓલ્ડમેન બર્નિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ નવાવર્ષની ઉજવણીમાં કોઇ અસામાજિક તત્વો ડખ્ખો ન કરે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનો એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે આજ સવારથી જ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

આખુ વિશ્વ આજે 2022નું વર્ષનો છેલ્લો દિવસ છે. જેની વિદાય આપવા તથા આજ રાત્રિથી નવા વર્ષને વધાવવા ઉત્સુક છે. ત્યારે જામનગરમાં યુવા ધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના માર્ગો પર આવેલા હોટલો, રેસ્ટોરન્ટ, કાફે ઉપરાંત જામનગર શહેરની ભાગોળે આવેલા રિસોર્ટો અને પાર્ટી પ્લોટોમાં નવા વર્ષના સેલિબ્રેશન માટે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત નવા વર્ષ નિમિત્ત શહેરની મિશનરી એવી સેન્ટ ઝેવિયર્સ, સેન્ટઆન્સ સ્કૂલ તથા લિમડાલાઇનમાં આવેલા ચર્ચ ઉપરાંત વિવિધ શો-રૂમોને રોશનીથી શણગારવામાં આવ્યા છે.

ચર્ચના આંગણામાં ઇશુના જન્મના ફલોટસ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત ચર્ચમાં ગતવર્ષની વાતો ભૂલી જઇને ક્રિશ્ર્ચિયન રિવાજ મુજબ 2022ના વર્ષના પ્રતિકરૂપી ઓલ્ડમેનના પૂતળાને રાત્રે 12 વાગ્યા પછી બાળીને નૂતન વર્ષના આગમનને વધાવવામાં આવશે. તા. 1ની સવારે 8:30 વાગ્યે નવા વર્ષની પ્રથમ પ્રાર્થના યોજાશે. જામનગર શહેરમાં આજે રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તથા લુખ્ખા તત્વો શહેરીજનોમાં ન્યુસન્સ ઉભું ન કરે તેના માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 731 પોલીસ, હોમગાર્ડ અને જીદઆરડી જવાનો જાહેર સ્થળો પર તૈનાત રહેશે. શહેરના પ્રવેશ દ્વારો પર પણ નશાખોરી રોકવા માટે ચેકિંગ કરવામાં આવશે. ઉપરાંત શહેરની ભાગોળે આવેલા રિસોર્ટ તથા ફાર્મ હાઉસમાં ઉજવણી કરતાં લોકો કોઇ નશાકીય પ્રવૃત્તિ કે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચાંપતી નજર રાખશે. તેમજ આજ સવારથી ટ્રાફિક પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા તથા સ્ટાફ દ્વારા જુદા-જુદા પોઇન્ટ ઉપર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી પહેલાં પોલીસ લોકોના રંગમાં ભંગ પાડવા એલર્ટ બની ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular