અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સીટી-એ પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં મોહન મગનભાઇ પરમાર વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય પેરોલ ફર્લો સ્કવોડને આરોપી મુંગણી ખાતે હોવાની બાતમીના આધારે પીએસઆઇ કે.કે.ગોહિલ, એએસઆઈ ગોવિંદભાઇ ભરવાડ, હેકો.લકધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, રાજેશભાઇ સુવા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદ ગીરી ગોસાઇ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી મોહન મગનભાઇ પરમારને મુંગણી ખાતેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.