કાલાવડના સતિયા ગામની સીમમાંથી પકડાયેલ જુગારના કેસના નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે લાલબંગલા સર્કલ નજીકથી દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના સતિયા ગામની સીમના ખેતરમાંથી ક્રિકેટના સટ્ટાના જુગાર કેસમાં છેલ્લા ત્રણ માસથી સાહિલ દિલીપ તન્ના નાસતો-ફરતો હોય, આ દરમિયાન હાલમાં જામનગરના લાલબંગલા સર્કલ, પુનિત હોટલ પાસે હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોડને ભગીરથસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા બાતમીવાળા સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાલબંગલા સર્કલ નજીક પુનિત હોટલ પાસેથી સાહિલ દિલીપ તન્ના નામના શખસને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.