Tuesday, October 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન - વાઇસ ચેરમેનની નિમણૂંક - VIDEO

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન – વાઇસ ચેરમેનની નિમણૂંક – VIDEO

ચેરમેન તરીકે પરશોતમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ આલ : મેયર, ધારાસભ્ય, શહેર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો એ શુભેચ્છા પાઠવી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પરશોતમભાઈ કકનાણી અને વાઈસ ચેરમેન દિનેશભાઈ આલની નિમણૂંક કરવામાં આવી છે. નવનિયુકત બંને હોદેદારોને ધારાસભ્ય, મેયર સહિતના હોદેદારો, અગ્રણીઓએ મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત 44 જેટલી પ્રાથમિક શાળાઓનું વહીવટ ધરાવતી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અઢી વર્ષની અવધી રોટેશન મુજબ પુરી થતી હોવાથી આજે સવારે આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ભાજપા પ્રેરિત બોડી ધરાવતી શિક્ષણ સમિતિમાં હાલમાં ભાજપાના 10, કોંગે્રસના એક અને સરકારના એક પ્રતિનિધિ મળી કુલ 12 સભ્યો છે. આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે પરશોતમભાઈ કકનાણી અને વાઈસ ચેરમેન તરીકે દિનેશભાઈ આલની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.

- Advertisement -

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુકત ચેરમેન તથા વાઈસ ચેરમેનને જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગત ટર્મના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, ધીરેનભાઈ મોનાણી, અરવિંદભાઈ સભાયા, અગ્રણી પી.ડી. રાયજાદા સહિતના હોદેદારો – અગ્રણીઓ કાર્યકરો એ નવનિયુકત હોદેદારોને ફુલહાર કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular