જામનગર ખાતે JMA (Jamnagar Mutual Fund Distributor Asso.), દ્વારા તા. 13ના રોજ હોટેલ આરામ માં AGM (વાર્ષિક સામાન્ય સભા) યોજાઈ હતી. આ AGM માં અતીનભાઈ શેઠે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને હાજર રહેલા મેમ્બર દ્વારા સર્વાનુમતે પાસ કર્યા હતા. CA હિરેન નંદા દ્વારા આર્ટિફિસિયલ એન્ટેલિજન્સ વિષે ની ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી તથા મ્યુ. ફંડ ના પ્રોફેશન માં એનો કેમ ઉપયોગ કરવો એ સમજાવ્યું હતું.
JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી એ નવા જનરેશન ના ક્લાયન્ટ ને મ્યુ. ફંડ માં રોકાણ કરાવું અને એમની શું જરૂરિયાત હોય છે એના વિષે સમજણ આપી હતી. જામનગર ના 67 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ તકે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, SKIFAA ના પ્રેસિડન્ટ જાયેશભાઈ પત્તાની, રાજકોટથી ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ચેતનભાઈ નંદાણી, કમિટી મેમ્બર જિગ્નેશભાઈ ગોપાણી, રાજેશભાઇ દેવળીયા, જામનગર ના સિનિયર મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુટર એવા અમિતભાઈ મહેતા (સ્વદેશી), ચિરાગભાઈ પોરેચા, રાજુભાઇ કામદાર વગેરે હાજર રહ્યા હતાં.