જામનગર મહાનગરપાલિકા દ્વારા દર મહિનાના પ્રથમ શનિવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે વોર્ડ નંબર ૧૫ અને ૧૬ ના નાગરિકો માટેનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર મહાનગરપાલિકાના ટાઉનહોલ ના પટાંગણમાં વોર્ડ નંબર ૧૫ તેમજ ૧૬ ના નાગરિકોને મામલતદાર કચેરી માંથી મેળવવાના થતા આવકના દાખલા આધારકાર્ડ, બેન્કિંગ સુવિધા, આરોગ્ય સુવિધા સહિત જુદી જુદી ૨૪ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે, તે હેતુસર ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.