સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ૩૦પ૦ કામો માટે રૂ. રપપ.૭૬ કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
જામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના પ૮૮ કામો માટે રૂ. ૪૩ કરોડ ૮પ લાખની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે કુલ-પ૮૮ કામો માટે રૂ. ૪૩.૮પ કરોડની રજૂ થયેલી દરખાસ્તને અનુમતિ આપી છે
જામનગર મહાનગરપાલિકા હવે, આ પ૮૮ કામો અંતર્ગત પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સમગ્રતયા ૩૦પ૦ કામો માટે કુલ રપપ.૭૬ કરોડની ફાળવણી કરાશે તથા કુલ ૬૧,૧પ૮ પરિવારોને આ કામોથી સુવિધા પ્રાપ્ત થશે
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ ૭૦:ર૦:૧૦ મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવી છે