જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતો કર્મચારી એકાએક લાપતા બની જતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર માટેલચોક શેરી નંબર-2 માં રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.39) નામના યુવાન બે દિવસ પહેલાં તેના ઘરેથી નિકળ્યા બાદ પત્તો લાગ્યો ન હતો. ચિંતામાં પરિવારજનો દ્વારા યુવાનની અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં યુવાનનો પતો નહીં લાગતા આખરે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે લાપત્તા થયેલા કર્મચારીની શોધખોળ આરંભી હતી.


