Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઇલેવનનો બરોડા સામે વિજય

ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઇલેવનનો બરોડા સામે વિજય

- Advertisement -

અમદાવાદ ખાતે યોજાઇ રહેલ ઇન્ટર કોર્પોરેશનની એક ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઇલેવનની ટીમે વિપક્ષી નેતાની અડધી સદીની મદદથી બરોડાની ટીમ સામે 6 વિકેટ વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત જામનગર કમિશનર ઇલેવનની ટીમે પણ બરોડા કમિશનર ઇલેવન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી

- Advertisement -

અમદાવાદ ખાતે ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવનની ટીમ પણ ભાગ લઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં ગઇકાલે જામનગર મેયર ઇલેવન અને વડોદરા મેયર ઇલેવનની ટીમ વચ્ચે મેચ રમાયો હતો. જે મેચમાં વડોદરા મેયર ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 185 રન બનાવ્યા હતાં અને જામનગર મેયર ઇલેવનની ટીમને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ 186 રનના ટાર્ગેટને જામનગર મેયર ઇલેવનની ટીમે જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદાના 71 રનની મદદથી 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાસલ કરી ભવ્ય જીત મેળવી હતી. જામનગર મેયર ઇલેવન વતી ધર્મરાજસિંહ જાડેજા અને કેતન નાખવાએ પણ તોફાની બેટિંગ કરી હતી.

આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં જામનગર કમિશનર ઇલેવન ટીમે પણ આશિષ મકવાણા અને જયવીરસિંહની મેચ વિનીંગ પાર્ટનરશીપ તથા ભાવેશ રાઠોડની પાંચ વિકેટની મદદથી બરોડા કમિશનર ઇલેવન સામે ભવ્ય જીત મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular