જામનગરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા મંદિરમાં પૂજા પાઠ કરતા છગનલાલ કાંતિલાલ ભોગાયતા નામના 58 વર્ષના બ્રાહ્મણ આધેડ ગઈકાલે શુક્રવારે દ્વારકાના જગતમંદિર ખાતે દર્શનાર્થે આવ્યા હતા અને તેઓ સાંજના દર્શન માટે લાઈનમાં ઊભા હતા. ત્યારે તેમની સાથે રહેલા સંભવિત રીતે બે અજાણ્યા શખ્સોએ તેમના પેન્ટના ખિસ્સામાં રહેલા રૂપિયા 19 હજાર રોકડા તથા ડુપ્લીકેટ લાયસન્સ સહિતના કાગળ વિગેરે સેરવી લેતાં આ અંગે છગનભાઈ ભોગાયતાએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.