Thursday, January 8, 2026
Homeરાજ્યજામનગરબોગસ માર્કશીટ અને ડિગ્રીનો વેપાર કરતો જામનગરનો શખ્સ મુંબઇમાંથી ઝડપાયો

બોગસ માર્કશીટ અને ડિગ્રીનો વેપાર કરતો જામનગરનો શખ્સ મુંબઇમાંથી ઝડપાયો

મુંબઇ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન તપાસમાં કૌભાંડ ખુલ્યું : 10 વર્ષથી બનાવટી ડિગ્રી અને માર્કશીટનું રેકેટ : વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરતો : બેન્કોકથી મુંબઇ આવતાં સમયે ઝડપાયો

બેન્કોકથી મુંબઇના ફલાઇટમાં આવેલા જામનગરના શખ્સની ઇમિગ્રેશનમાં તપાસ દરમ્યાન બોગસ ડિગ્રી અને માર્કશીટ મળી આવતા તપાસ દરમ્યાન દસ વર્ષથી બોગસ ડિગ્રી અને માર્કશીટનો વેપાર કરી વિદેશમાં નોકરીના નામે યુવકો સાથે છેતરપિંડી આચરતો હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો પ્રથમેશ મણિયાર નામનો 39 વર્ષીય શખ્સ ડિગ્રી, પ્રમાણપત્રો, તથા વિદેશના નોકરીના નામે યુવકોની છેતરપિંડી કરવાના ગુન્હામાં મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વિવિધ યૂનિવર્સિટીઓના બનાવટી માર્કશીટ સંદર્ભે 10 વર્ષથી રેકેટ ચલાવતા પ્રથમેશ મણિયારના મોબાઈલમાંથી નકલી ડિગ્રી-માર્કશીટો મળ્યા હતા, જે યુવકોને વિદેશમાં નોકરીની લાલચે છેતરતો હતો. આરોપી પ્રથમેશ મણિયાર જામનગરના રણજિત સાગર રોડ પરનો રહેવાસી આરોપી બેંગકોકથી ચાર જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ 2.30 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો.

આ સમયે ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેણે ચકાસણી માટે પોતાનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ રજૂ કર્યો હતો. જો કે, જ્યારે તેની ઓળખ અને વ્યવસાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે સંતોષકારક જવાબો આપી શક્યો નહતો. તેથી વરિષ્ઠ ઈમિગ્રેશન અધિકારીઓએ તેની સધન તપાસ શરુ કરી છે. જે એક એજન્ટ તરીકે કામ કરીને શાળાઓ અને કોલેજમાં પ્રવેશ અપાવતો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે કથિત રીતે અનેક વિદ્યાર્થીઓને કોલેજો અને યુનિર્સિટીઓની નકલી માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો પૂરા પાડયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મણિયાર છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીનું કામ ચલાવી રહ્યો હતો. તેણે યુવકોને વિદેશમાં નોકરી આપવાના નામે પણ છેતરપિંડી કરી હતી.

- Advertisement -

વધુમાં આરોપી વિવિધ બેંક ખાતાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિવિદ્યાર્થી પર 50 હજારથી બે લાખ સુધી વસૂલતો હતો. વધુમાં તે અન્ય એજન્ટોની મદદથી આ રેકેટ ચલાવતો હતો, અને વિદ્યાર્થીઓ તથા યુવક પાસેથી મેળવેલા પૈસાનો એક ભાગ નવી દિલ્હી, રાજસ્થાન, ભોપાલ અને હરિયાણા સ્થિત સહયોગીઓ સાથે શેર કરતો હતો. વધુમાં તેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન ઈમિગ્રેશન અધિકારીઓને દસ્તાવેજોની અનેક પીડીએફ નકલો પણ જપ્ત કરી હતી. જેમાં ગુજરાત બોર્ડની માર્કશીટ સહિત અનેક ડીગ્રી યુનિવર્સિટીના પ્રમાણપત્રો, ઉત્તર પ્રદેશ બોર્ડની માર્કશીટો, યુનિવર્સિટી માર્કશીટ અને અન્ય ઘણાં દસ્તાવેજોનો સમાવેશ થાય છે. બનાવટી આ તમામ ખુલાસા બાદ મુંબઈ પોલીસે પ્રથમેશની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular