Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાંથી જુગાર રમતાં 14 શખ્સોને ઝડપી પાડતી જામનગર એલસીબી

ધ્રોલમાંથી જુગાર રમતાં 14 શખ્સોને ઝડપી પાડતી જામનગર એલસીબી

1,37,800ની રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2,22,300નો મુદામાલ કબ્જે

- Advertisement -

ધ્રોલ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતાં 14 શખ્સોને જામનગર એલસીબીએ રૂા. 1,37,800ની રોકડ તથા મોબાઇલ ફોન અને ગંજીપતાના પાના મળી કુલ રૂા. 2,22,300ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ ધ્રોલ ટાઉનમાં મેમણ કોલોની ફતેહપુરા બિલ્ડીંગ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમાતો હોવાની એલસીબીના હરદીપભાઇ ધાંધલ, દિલીપભાઇ તલાવડિયા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમીને આધારે બાતમીના સ્થળે રેઇડ કરતાં સેજાદ જીકરભાઇ પોપટપૌત્રા, શાહનવાઝ ફારૂકભાઇ નાદાણી, મોહસીન યુસુફભાઇ ગડિયા, ઓસમાણ રઉફભાઇ વિરાણી, હનીફ સતારભાઇ દેદરાણી, રીજવાન રજાકભાઇ આકબાણી, ઇરફાન રઉફભાઇ દોસાણી, રસીદ ગફારભાઇ વિરાણી, ઇમ્તીયાઝ ઇકબાલભાઇ દોસાણી, સોહિલ સલીમભાઇ કામદાર, ગુલામહુશેન સલીમભાઇ આકબાણી, સોયબ સતારભાઇ દોસાણી, જુનેદ રફીકભાઇ સરાણી, જાવેદ બસીરભાઇ ગડિયા નામના 14 શખ્સોને રૂા. 1,37,800ની રોકડ, રૂા. 84,500ની કિંમતના 11 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2,22,300ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular