કાલાવડ તાલુકાના માછરડા ગામે સાળાની હત્યા નિપજાવનાર બનેવીને એલસીબી પોલીસે ઝડપી લઇ સીટી-બી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આગળની કાર્યવાહી માટે કાલાવડ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ ફરીયાદી તૃપ્તીબા નરેન્દ્રસિંહ ઝાલાને તેમનો પતી નરેન્દ્રસિંહ ઝાલા ગાળો બોલી અવારનવાર મારકુટ કરતો હોય જેથી દોઢેક વર્ષથી ફરીયાદી પોતાના બંન્ને સંતાનો સાથે પોતાના માવતરે રિસામણે હોય તે દરમ્યાન નરેન્દ્રસિંહ ઝાલા ફરીયાદી તથા ફરીયાદીના પિતા અને ભાઇને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને તા.8-8-2022ના રોજ નરેન્દ્રસિંહના પિતાનું અવસાન થતાં ફરીયાદી કે તેના માવતરના ઘરના સભ્યો ખરખરો કરવા ગયા ન હોય જેનું મનમાં ખાર રાખી આરોપી નરેન્દ્રસિંહ ઝાલા ફરીયાદીના ઘરમાં ગરેકાયદેસર રીતે ઘુસી ફરીયાદીના પિતા શકિતસિંહ જાડેજા તથા ફરીયાદીના ભાઇ ઇન્દ્રજીતસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરીયાદીના ભાઇ ઇન્દ્રજીતસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું.
આ કેસનો આરોપી નરેન્દ્રસિંહ ઝાલા જામનગર શહેરમાં વિકટોરિયા પુલ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસેરાહ જોતો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ આર.બી.ગોજિયા,સી.એમ.કાટેલીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, માડણભાઇ વસરા, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી અને બાતમી વાળા સ્થળેથી રેઇડ દરમ્યાન આરોપી નરેન્દ્રસિંહ હરપાલસિંહ ઝાલાને ઝડપી લીધો હતો.