જામજોધપુર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીએ તરસાઇ ગામ પાસેથી ઝડપી લઇ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં લખમણ પાલાભાઇ કોડીયાતર નામના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોરાવીરડા નેશના આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા 3 વર્ષથી આરોપી પોલીસને થાપ આપી નાસતો ફરતો હોય જામનગર એલસીબીના રાકેશભાઇ ચૌહાણ તથા સુરેશભાઈ માલકીયાને મળેલી બાતમીના આધારે તરસાઈ ગામપાસેથી 3 વર્ષથી ફરાર આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપીને જામનગર લાવી આગળની કાર્યવાહી માટે જામજોધપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
આ કામગીરી જામનગર એલસીબીના પીઆઈ એસ.એસ.નિનામાની સુચના થી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.