વિશ્વ વિખ્યાત ખીજડિયા પક્ષી અભ્યારણ્ય અને સચાણા તેમજ ઢીંચડા તળાવ- રણમલ તળાવ, વિભાપર જેવા અનેક વિસ્તારોમાં 350 થી વધુ પ્રકારના દેશ વિદેશના પક્ષીઓનું આવા ગમન થતું રહે છે. અને તેના કારણે દેશ-વિદેશના પક્ષીવિદો અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો પણ જામનગરની મુલાકાતે આવતા રહે છે.
રવિવારના સાંજે જામનગરના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર યશોધન ભાટીયા, બર્ડ વોચર આશિષ પાણખાણિયા, અંકુર ગોહિલ, ઢીચડાના તળાવ ખાતે પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહ્યા હતાં તે દરમિયાન યશોધન ભાટિયાના કેમેરામાં ભારતમાં અલભ્ય કહી શકાય તેવું ઉતર યુરોપખંડનું વતની અને સમશીતોષણ વિસ્તારોમાં માળા કરતું આક્રમણ ગણાતું પક્ષી નજરે પડતા આશ્ર્ચર્ય ફેલાયું હતું કારણ કે, આ પક્ષી ભારતમાં જોવા મળતું નથી. મારા યુરોપીથ ખંડો અમેરિકા, કેનેડામાં સહજતા થી જોવા મળે છે. જાણકારી મુજબ આ પક્ષી દક્ષિણ એશિયામાં કયાંય જોવા મળતું ન હોય જામનગરની ભાગોળે આવેલા આ તળાવમાં જોવા મળતા આ સમગ્ર ભારતનો એક રેકોર્ડ બની રહે તો નવાઈ નહીં…
તસ્વીર : વિશ્વાસ ઠકકર