Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કેટલી ટ્રેનો રદ્દ થઈ અને કેટલી ટ્રેન મોડી આવશે ? જાણો

જામનગરની કેટલી ટ્રેનો રદ્દ થઈ અને કેટલી ટ્રેન મોડી આવશે ? જાણો

- Advertisement -

રાજકોટ ડીવીઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં દિગસર-મુળી સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવતા તા.23 એપ્રિલથી 2 મે સુધી વડોદરા-જામનગર અને જામનગર-વડોદરા ઈન્ટરસીટી એકસપ્રેસ રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત અન્ય ચાર ટ્રેનો પણ આંશિક રીતે રદ્દ કરી પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, રાજકોટ ડીવીઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનના દિગસર-મુળી સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે વડોદરા-જામનગર ઈન્ટરસીટી એકસપ્રેસ 22959 ટ્રેન તા.24 થી 1 મે સુધી અને જામનગર-વડોદરા ઈન્ટરસીટી એકસપ્રેસ 22960 ટ્રેન તા.25 થી 2 મે સુધી રદ્દ કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર-ઓખા 19209 એકસપ્રેસ તા.23 થી 30 એપ્રિલ સુધી સુરેન્દ્રનગર સુધી દોડશે. એટલે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ્દ અને ઓખા-ભાવનગર 19210 એકસપ્રેસ તા.24 થી તા.1 મે સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. એટલે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ્દ તથા અમદાવાદ-સોમનાથ ઈન્ટરસીટી એકસપ્રેસ 19119 તા.24 એપ્રિલથી તા.1 મે સુધી સુરેન્દ્રનગર સુધી આમ સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે રદ્દ, સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ 19210 તા.24 એપ્રિલ થી 1 મે સુધી અમદાવાદ સુધી જેથી સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
ઉપરાંત તા.24 એપ્રિલથી 12268 હાપા-મુંબઇ સેન્ટર દુરાન્તો એકસપ્રેસ દરરોજ 30 મિનિટ, 19015 મુંબઇ સેન્ટર -પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ દરરોજ 10 મિનિટ, 19578 જામનગર-તીરુનાલવેલી એકસપ્રેસ દર રવિવારે 25 મિનિટ, 22939 હાપા-બીલાસપુર એકસપ્રેસ દર રવિવારે 25 મિનિટ, 22924 જામનગર-બાન્દ્રા હમસફર એકસપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવારે 25 મિનિટ મોડી આવશે તેમ રાજકોટ ડીવીઝન પશ્ચિમ રેલવેના સીનીયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular