વરસોથી જામનગર ખજુરનું હબ રહ્યું છે. એક સમયે દેશના મોટા ભાગનાં વિસ્તારમાં જામનરગની પેઢી દ્વારા જે ખજુર સપ્લાય કરવામાં આવતો હતો, આજે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાાં જામનગરની ઠા.રૂગનાથ ત્રિકમદાસની પેઢી દ્વારા ખજુરનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જામનગરનાં બેડી બંદર પર મોટા પાયે ખજુરની આયાત કરવામાં આવતી હતી. પરંતું હવે તેવું રહ્યું નથી. જામનગરની પેઢીનો દબદબો પણ ઘટી ગયો છે.
ખજુર મુખ્યત્વે ઇરાકથી આયાત કરવામાં આવે છે. જામનગરની પેઢી દ્વારા રૂા.35 થી 40ના ભાવે સપ્લાય કરવામાં આવતો આ ખજુર તમારા ઘર અને મોઢા સુધી પહોચતા રૂા.80 થી 100 થઇ જાય છે. જેમાં જથ્થાબંધ અને છૂટક વેપારીઓ પોતાના માર્જીન લગાવે છે. હોળી-ધૂળેટીના તહેવારો પર 600 ટનથી વધુ ખજુરનું વેચાણ થતું હોવાનું વેપારી પેઢીના સંચાલકે જણાવ્યું હતું.
આર્યનથી ભરપૂર અને એનર્જીનો બેસ્ટ સોર્સ એટલે ખજૂર. ખજૂર શરીરમાં એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે એનર્જી લેવલ જાળવી રાખવામાં ખજૂર ખુબ જ મદદરૂપ થાય છે. ત્યારે હોળી ધુળેટીના તહેવારમાં પણ ખજૂરનું ખાવાનું અનેરું મહત્વ રહેલું છે. પરંતુ દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીના કારણે ખજૂરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હોળીના પર્વ ને લઈને બજોરોના ખજૂર , ધાણી, દારિયા, પતાસા અને હાઇડા સહિતની વસ્તુઓના મોટા પ્રમાણ માં વેચાણ થઈ રહ્યા છે. જેમાં એક કિલોે ખજૂરનો ભાવ 80 થી 100 રુપિયા સુધી બોલાઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રને ખજૂર પૂરો પડતા જામનગરની ઠા. રૂગનાથ ત્રિકમદાસ પેઢીના વેપારીએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર પર 600 થી પણ વધુ ટન ખજૂરનું વેચાણ થાય છે. અને એક કિલો ખજૂરનો ભાવ અત્યારે 35 થી 40 વચ્ચે રહે છે. જ્યારે ડોલર ના ભાવમાં ફેરફાર થઈ છે ત્યારે ખજૂરના ભાવમાં પણ ફેરફાર થઈ છે. તેમજ યુક્રેન અને રશિય વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખજૂરની આયાતમાં કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નથી. કારણકે ભારતમાં સૌથી વધુ 90 ટકા ખજૂર ઈરાક થી આવે છે.