જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.રીટા એન.ઝાના માર્ગદર્શન હેઠળ ગત તા.08 નવેમ્બરના રોજ ” રેડિયોલોજી દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ” ઈન રેડિયોલોજી” અને ” રંગોળી” ના શીષર્ક હેઠળ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં સંસ્થાના અનુસ્નાતક અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આર્ટ ઈન રેડિયોલોજી” સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી ચીજવસ્તુઓ દ્વારા વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને તેનો એક્સ-રે લેવામાં આવ્યો હતો. આ એક્સ-રેમાં દેખાતા સ્વરૂપ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ” રંગોળી” સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ કલર્સનો ઉપયોગ કરીને વિષયલક્ષી રંગોળી દોરવામાં આવી હતી.
આ બંને સ્પર્ધાઓના અંતે વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોના આયોજન થકી વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહનની સાથે રેડિયોલોજી વિષયની માહિતી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.યેષા જાની, શ્રી ડો.માનસી ખાતરી, ડો.અભિષેક નિમાવત, ડો.કાજલ શીલુ, ડો.ફોજીયા પઠાન અને વિભાગના તમામ કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.