જામનગર શહેરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતી યુવતીને હાપા ગામના શખ્સ સાથે પ્રેમ થયો હતો અને લગ્નની વાત ચાલતી હતી પરંતુ યુવતીના લગ્ન માટે બીજી જગ્યાએ વાત ચાલતી હોવાથી શખ્સે યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતી યુવતીને હાપામાં રહેતા મુકેશ ઉર્ફે કાનો વિસનદાસ દેવાણી નામના શખ્સ સાથે પ્રેમ થયો હતો અને લગ્નની વાતચીત ચાલતી હતી પરંતુ યુવતીને લગ્ન માટે અન્ય સ્થળે વાતચીત ચાલતી હોય જેથી શખ્સને ફોન કરવાની ના પાડવા છતા મુકેશે ધરાર પ્રેમસંબંધ રાખવા અને લગ્ન કરવા માટે યુવતીને દબાણ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતી દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે મુકેશ દેવાણી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.