રાજ્ય કક્ષા સ્પે. ખેલમહાકુંભ 2025-26 અંતર્ગત જામનગર જિલ્લાની બહેનોની સીટિંગ વોલીબોલ ટીમે ડાંગ જિલ્લાની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરી ભવ્ય વિજય હાંસલ કર્યો છે. જામનગર ટીમની કેપ્ટન આર્તીબેન ધમસાણીયાના નેતૃત્વમાં ખેલાડીઓએ સંયમ, ઉત્સાહ અને ટીમ વર્ક સાથે મેદાનમાં ઉત્કૃષ્ટ રમત બતાવી હતી.
આ ટીમને માર્ગદર્શન અને સંચાલન ટીમ મેનેજર રિયાબેન બી. ચિતારા, સહમંત્રી પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન જામનગર દ્વારા આપવામાં આવ્યું હતું, જેમની આગેવાનીમાં ટીમે આત્મવિશ્વાસપૂર્વક રમતાં મહત્વપૂર્ણ જીત નોંધાવી છે. આ ભવ્ય વિજય બાદ જામનગર જિલ્લામાંથી ઠેર ઠેરથી ટીમ માટે અભિનંદન અને શુભેચ્છા સંદેશાઓ વરસી રહ્યા છે. રમતપ્રેમીઓ, સામાજિક સંસ્થાઓ અને ખેલપ્રેમીઓએ ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યુું છે.
View this post on Instagram
હાલમાં જામનગર જિલ્લાની ટીમ આગામી સમયમાં અન્ય જિલ્લાની મજબૂત ટીમો સામે પણ સ્પર્ધામાં મુકાબલો કરશે. આ માટે ટીમને સતત સફળતા અને વધુ ઉત્તમ પ્રદર્શન માટે સર્વત્રથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


