ગીર-સોમનાથમાં ઉજવાયેલા વર્ષ 2022ના રાજયકક્ષાના ગણતંત્ર દિવસની પરેડમાં અત્રેની જામનગર જિલ્લા જેલના સુપરિન્ટેન્ડન્ટ અને હાલે અમદાવાદ ડેપ્યુટેશન પર ફરજ બજાવતા પોલીસ અધિકારી નાસિરૂદ્દીન લોહાર દ્વારા તૈયાર કરાયેલી તેમના સ્ટાફની કન્ટીજન્ટે પ્રથમ વખત ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા-જુદા સુરક્ષાદળો ની 18 જેટલા પ્લાટુનો દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા તૈયાર કરાયેલી તેમની ક્ધટીન્જન્ટને રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમની પ્લાટુનના કમાન્ડર તરીકે અખેરાજસિંહ જાડેજા રહ્યા હતા. અધિક પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન. રાવ દ્વારા તેમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. અગાઉ પણ આ અધિકારી રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સિદ્ધિઓ મેળવી ચૂકેલા છે. હાલ તેઓ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવ્લપ્મેન્ટના લીસ્ટેડ રિસોર્સ પર્સન, 10 વર્ષિય રોડમેપના ક્ધસલ્ટેટિવ ગૃપના સભ્ય હોવા કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ઓલ ઇન્ડિયા પોલીસ જર્નલની સમીક્ષા સમિતિના પણ સભ્ય છે. તેમની સિદ્ધિનો શ્રેય તેમણે ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન અને લીડરશીપને આપ્યો હતો.