Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં...

એક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ.!

- Advertisement -

અત્યારે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે.! જેમાં હાલ નવરાત્રીનું પવિત્ર અને પાવન પર્વ ચાલી રહ્યું છે.! જેમાં બહેન-દિકરીઓ મોડે સુધી ગરબા રમી અને પોતાના ઘરે પરત ફરતાં હોય છે.! ત્યારે પોલીસની સાથે રહીને કાયદો-વ્યવસ્થામાં મદદ કરવાની જવાબદારી હોમગાર્ડઝ સભ્યોની પણ એટલી જ રહેલ છે.!

- Advertisement -

હોમગાર્ડઝ સભ્યો કાયમ રાત્રી અને દિવસ ફરજો બજાવતા હોય છે.! પરંતુ જ્યારે કોઈ તહેવારો હોય ત્યારે., તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોમગાર્ડઝ સભ્યોએ સતર્ક રહીને સમયસર પોતાની ફરજ બજાવવાની હોય છે.! જેમાં બેદરકારી દાખવવી ખુબ જ ગંભીર બાબત ગણાય.!

આવી બેદરકારી દાખવનાર જામનગર સીટી એ યુનિટના ૯, સીટી બી યુનિટના ૩ અને સીટી સી યુનિટના ૩ મળી એમ કુલ ૧૫ હોમગાર્ડઝ સભ્યોને નવરાત્રી ફરજ અને નવરાત્રિ સમયે રાત્રિ ફરજ દરમ્યાન બેદરકારી દાખવવા બદલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી એલ સરવૈયાએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો છે.!

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક હોમગાર્ડઝ સભ્ય પર છેલ્લા ચાર પાંચ વર્ષથી ફોજદારી કેસ ચાલતો હોવા છતાં તેની હકિકત પોતાની સીટી ઓફિસ અને જિલ્લા કચેરીથી છુપાવી રાખેલ હતી અને એ કેસમાં એક વર્ષની સજા થતાં પકડ વોરંટના આધારે જેલમાં મોકલી દેવામાં આવતાં અને ૪૮ કલાકથી વધુ સમય જેલમાં વિતાવેલ હોય અને કોર્ટે સજા ફટકારેલ હોય હોમગાર્ડઝ એક્ટની કલમ ૬(ખ-૧) મુજબ એ હોમગાર્ડઝ સભ્યને દળ માંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular