Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા કમાન્ડન્ટએ 12 હોમગાર્ડઝને ફરજ મોકૂફ કર્યા

જામનગર જિલ્લા કમાન્ડન્ટએ 12 હોમગાર્ડઝને ફરજ મોકૂફ કર્યા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હોમગાર્ડઝમાં ફરજમાં બજાવતા જવાનો દ્વારા ફરજમાં બેદરકારી અને શિક્ષાત્મક કાર્યવાહી સંદર્ભે એક સાથે 12 હોમગાર્ડઝને ફરજ મોકુફ કરવાનો આદેશ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવતાં હોમગાર્ડઝમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય હોમગાર્ડ દળ નિષ્કામ સેવાના ઉદેશથી સ્થપાયેલ દળ છે. આ દળમાં પ્રતિષ્ઠા અને ગરીમા જાળવવા શિસ્તના આગ્રહી કમાન્ડન્ટે ફરજમાં બેદરકાર જવાનો સામે કડક કાર્યવાહી અંતર્ગત ફરજ મોકુફ કરવાના પગલાં લીધા હતાં. જેમાં જામનગર જિલ્લા કમાન્ડન્ટ એસ.જે. ભીંડી દ્વારા રાત્રિ ફરજ દરમિયાન સરપ્રાઈઝ ચેકીંગ કરાતા સિટી એ યુનિટના ત્રણ, સિટી બી યુનિટના બે, સિટી સી યુનિટના છ અને ગાર્ડ ફરજમાં એક જવાન ફરજ પર બેદરકાર હોવાનું ખૂલ્યું હતું તેમજ સિટી બી યુનિટના સંજય દામા નામના હોમગાર્ડઝ જવાને વોટસએપ ગ્રુપ માં દળની વિરુધ્ધ ટિપ્પણી કરી હતી. જેથી જિલ્લા કમાન્ડન્ટે એક સાથે 12 હોમગાર્ડઝ જવાનોને ફરજ મોકુફ કરવાનો આદેશ કરતાં દળમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular