Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બાંધકામ વ્યવસાયી યુવાનનો દવા પી આપઘાતથી અરેરાટી

જામનગરના બાંધકામ વ્યવસાયી યુવાનનો દવા પી આપઘાતથી અરેરાટી

બુધવારે તેના ઘરે દવા ગટગટાવી : હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ : જામનગરના બિમારીના કારણે પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક જડેશ્ર્વર મંદિર પાસેના વિસ્તારમાં રહેતાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગરના નારાયણ નગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધની તબિયત લથડતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક જડેશ્ર્વર મંદિર પાસે આવેલી જય સોસાયટી શેરી નં.1માં રહેતાં અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલાં લક્ષ્મભાઇ ભાયાભાઇ ધ્રાંગુ (ઉ.વ.39) નામના યુવાને ગત તા.11 ના બુધવારે સવારના સમયે તેના ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયા તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે નિલેશ ધ્રાંગુ દ્વારા જાણ કરતાં હેકો.એચ.એ.પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે વિગતો મેળવવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ જામનગર શહેરમાં નારાયણનગર વિસ્તારમાં રહેતાં નવીનભાઇ ગણેશભાઇ કણજારીયા(ઉ.વ.55) નામના પ્રૌઢને શુક્રવારે રાત્રીના સમયે તેના ઘરે તબિયત લથડતાં સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયું હતું. આ અંગેની મૃતકના પુત્ર વિશાળ દ્વારા કરાતાં હેકો.આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular