પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહનસિંહનું તાજેતરમાં નિધન થયું હતું. દેશમાં સાત દિવસનો સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેરમાં લીમડાલાઈનમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગીજનોએ પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહનસિંહને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ તકે યુપીએ સરકારમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહનસિંહ સાથે બે વખત કામ કરી ચૂકેલ પૂર્વ સાંસદ વિક્રમ માડમે જૂની યાદો વાગોડી હતી અને મનમોહનસિંહ સાથે કરેલ કામોનું સંસ્મરણ કર્યુ હતું. આ તકે જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, પ્રદેશ કોંગે્રસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.