Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ધોધમાર એક ઈંચ, શેઠવડાળામાં પોણા ચાર ઈંચ વરસાદ

જામનગર શહેરમાં ધોધમાર એક ઈંચ, શેઠવડાળામાં પોણા ચાર ઈંચ વરસાદ

જોડિયાના ઉંડ અને આજી ડેમની સમીક્ષા કરતા કલેકટર : જાલિયાદેવાણી અને મોટા વડાળામાં દોઢ-દોઢ ઈંચ: કાલાવડ અને લાલપુરમાં અડધો ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા સુધીના 24 કલાકમાં જામનગર શહેરમાં વધુ એક ઈંચ અને જામજોધપુરના શેઠવડાળામાં પોણા ચાર ઈંચ તથા જાલિયાદેવાણી અને મોટા પાંચદેવડામાં દોઢ-દોઢ ઈંચ તેમજ મોટા વડાળામાં સવા ઈંચ પાણી વરસ્યું હતું તેમજ જોડિયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ટીમ સાથે પહોંચ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા તથા ભારે ઝાપટા સાથે કલ્યાણપુર તાલુકામાં વધુ અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ છલકાઈ ગયો છે.

- Advertisement -

છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી પોણા ચાર ઈંચ જેટલો વરસ્યો છે. જેમાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રાફામાં એક ઈંચ તથા જામજોધપુર, ધુનડા, વાંસજાળિયામાં અડધો-અડધો ઈંચ અને પરડવા તથા જામવાડીમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. કાલાવડમાં વધુ અડધો ઈંચ પાણી પડયું હતું જ્યારે ગ્રામ્ય પંથકના મોટા પાંચદેવડામાં દોઢ અને મોટા વડાળામાં સવા ઈંચ અને ખરેડીમાં પોણો ઈંચ તથા નવાગામ, નિકાવામાં અડધો-અડધો ઇંચ, ભલસાણ બેરાજામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.

જામનગર શહેરમાં સાંજ સુધી મેઘવિરામ રહ્યા બાદ સાંજે એકાએક ધોધમાર વરસાદ થયો હતો. જો કે, લાંબો સમય આ ધોધમાર વરસાદ વરસ્યો ન હતો. શહેરમાં વધુ એક ઇંચ પાણી વરસાવ્યું હતું. જેના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામનગર તાલુકાના અલિયાબાડા, દરેડ અને જામવંથલીમાં એક-એક ઈંચ તથા ધુતાપરપુર, ફલ્લા, મોટી બાણુંગાર અને લાખાબાવળમાં અડધો ઈંચ પાણી પડયું હતું. વસઈમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. ધ્રોલમાં વધુ અડધો ઈંચ અને ગ્રામ્ય વિસ્તારના જાલિયાદેવાણીમાં દોઢ ઈંચ તથા લૈયારામાં સામાન્ય ઝાપટું પડયું હતું. જ્યારે જોડિયા તાલુકામાં ચાલુ વરસાદના કારણે પડેલા ભારે વરસાદ થી આજી ડેમ 4 અને ઉંડ ડેમ-2 માં પુસ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી જામનગર જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિતના અધિકારીઓ ડેમની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી. લાલપુરમાં વધુ અડધો ઈંચ પાણી પડયું હતું. તાલુકાના પીપરટોડામાં એક ઈંચ તથા ભણગોર, મોટા ખડબા, મોડપર અને ડબાસંગમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular