Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપા દ્વારા ‘સ્નેહમિલન’ યોજાયું - VIDEO

જામનગર શહેર ભાજપા દ્વારા ‘સ્નેહમિલન’ યોજાયું – VIDEO

ગત ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા અને સંઘર્ષમાં સાથે ઉભા રહેવા બદલ કાર્યકર્તાઓનો આભાર-સાંસદ પૂનમબેન: જામનગરના વિકાસ કાર્યોનો અહેવાલ કાર્યકરો સમક્ષ રજૂ કરતાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી : ભારતને વિશ્ર્વગુરૂ બનાવવામાં કોઇ મુશ્કેલી નડવાની નથી-ધારાસભ્ય રિવાબા જાડેજા : સાંસદ, ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

જામનગર શહેર ભાજપા દ્વારા શહેરના ઓશવાળ સેન્ટર ખાતે નૂતન વર્ષ વિક્રમ સંવત 2081નું સ્નેહમિલન ગઇકાલે યોજાયું હતું. જેમાં પક્ષના નેતા, હોદેદારો, ઉપરાંત એન.જી.ઓ, સામાજિક સંસ્થા, કાર્યકર્તાઓ ઉપરાંત પક્ષના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. “સ્નેહ મિલન” એટલે નવા વર્ષે નવી દિશાઓ, નવા જોશને વધાવવા નો અવશર, વર્ષ દરમિયાન પ્રજાહિત માં કરેલ કામગીરી, આગામી સમય ના આયોજન ને રજુ કરવા નો અવશર.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેઓએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, આપણે ગત સમય કરતા વધુ સભ્યો જોડયા છે. તેઓએ વધુમાં જણાવેલ કે, સંગઠન પર્વ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિ ્યો બનાવવા કામગીરી હાથ ધરાઈ, અને જામનગર શહેરમાં 1,35,000થી વધુ સભ્યોની નોંધણી કરવામાં આવી, સાથે સાથે હાલ પક્ષમાં સક્રિય સભ્યોની નોંધણી પણ ચાલી રહી છે.

- Advertisement -

આગામી સમયમાં વોર્ડ સ્તરના પ્રમુખોની નમણુંકની જાહેરાતો કરવામાં આવશે. વિશેષથી તેઓએ જણાવેલ કે, જામનગર શહેર માટે સાંસદ પૂનમબેન માડમ સાંસદ તરીકે તથા નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજીવાર સપથ લીધા છે, તેના સાક્ષી અને સહયોગી આપણે બન્યા છીએ, આપણા માટે ગર્વની વાત છે.

ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, સ્નેહ મિલન એ સ્નેહથી મળવાનો, કાર્યકર્તાઓને સમ્માનનો કાર્યક્રમ છે. “વાદ નહિ, વિવાદ નહિ – કમળ સિવાય વાત નહિ” એ યાદ રાખી આવનારા સમયમાં ભાજપને જિતાડીએ.

- Advertisement -

79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ શહેરમાં વિકાસ કાર્યોનો અહેવાલ કાર્યકર્તા સમક્ષ રજુ કરતાં જણાવ્યું હતું કે, જી.જી. હોસ્પિટલ તથા એસ.ટી. બસ સ્ટેન્ડના નવીનીકરણનું કાર્ય હાથ ધરી દેવામાં આવ્યું છે. બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનું સાયન્સ સેન્ટર આશરે 80 કરોડ ના ખર્ચે, બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સ્પોર્ટ સંકુલ 30 કરોડના ખર્ચે તૈયાર થનાર છે. હાલ ભુજીયો કોઠો-ફેઇઝ 2 તથા તળાવની પાડ પાર્ટ-2 પણ કાર્યરત છે. અમૃત ગ્રાન્ટ રૂા. 450 કરોડમાંથી ભૂગર્ભ ગટર, નાઘેડી વિસ્તારમાં પાણી માટે નવો એ.એસ.આર ફિલ્ટર ાન્ટ રૂા. 40 કરોડ, લાલપુર ચોકડી એસ.ટી.પી પ્લાન્ટ ડ્રેનેજ કામો ઉપરાંત ઉદ્યોગનગર રોડ નવીનીકરણની કામગીરી થયેલ છે (પ્રોજેક્ટ આરંભેલ છે), આગામી સમયમાં કાલાવડ ચોકડી 6 લેન ફ્લાયઓવર બ્રિજ રૂા. 77 કરોડના ખર્ચે, લાલવાડી વિસ્તારમાં નવું ઓડિટોરિયમ (32 કરોડ) પાર્ટી પ્લોટ, નવા સ્પોર્ટ્સ સંકુલ રૂા. 35 કરોડ, એસ.ટી. વર્કશોપ 15 કરોડના કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ સાથે તેમને સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વિકાસ કાર્યો માટે માટે જનતાના સૂચનો પણ આવકાર્ય છે, તેવું તેમણે જણાવ્યું હતુ. તેઓએ વધુમાં જણાવેલ કે, વિક્સિત રાષ્ટ્રના અભિયાનમાં દરેકને જોડાવવા આહવાન કર્યું. પાણી, વીજળી બચાવા તથા સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યા હતા.

ગુજરાત રાજ્યમંત્રી તથા પ્રભારી મુળુભાઈ બેરા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુ, ગુજરાત રાજ્ય પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષ નિમિતે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.

78 વિધાનસભા ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને વિશ્ર્વગુરૂ બનાવવું કોઈ મુશ્કેલી નડવાની નથી. એ કાર્યકર્તાની મહેનત છે. હાલ કાશ્મીરની પ્રજા 370 કલમ દૂર થવાથી ખુશ છે. કાશ્મીરની 2014 પહેલાની સ્થિતિ અને હાલની સ્થિતિની સમીક્ષા કરીયે તો હાલ કાશ્મીરની જે સારી સ્થિતિ છે, તે મોદીને આભારી છે. હાલના ઉચ્ચ ભણતર પાલ યુાો પરદેશ જવાને બદલે ગુજરાતમાં રહેવાનું પસંદ કરે છે. દેશ વિશ્ર્વસ્તરે મજબૂત બની રહ્યો છે, યુવાઓ માટે પ્રથમ પસંદગી બની રહ્યો છે. સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

સાંસદ પૂનમબેન માડમ એ દરેક કાર્યકર્તાને સુખમય અને નિરોગી જીવનની શુભકામના પાઠવી હતી. કાર્યકર્તાની તાકાત શું, તેનો સાક્ષાત્કાર ગત વર્ષની લોકસભાની ચૂંટણી દરમિયાન થયો. જે બદલ તેઓએ કાર્યકર્તાઓને વિશેષથી અભિનંદન પાઠવ્યા. તેઓએ જણાવેલ કે કાર્યકર્તા કેટલા સક્ષમ છે, તે ચૂંટણી પરિણામો જણાવી આપે છે. એ પરીક્ષા આપણા કાર્યકર્તાએ સફળતાથી પાર પડી છે. ભાજપની તાકાત જ પાર્ટીના કાર્યકર્તા છે. પારિવારિક વાતાવરણમાં દરેક કાર્યકર્તા અડીખમ ઉભા રહ્યા. ગત ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા માટે, આ લડાઈમાં, આ સંઘર્ષમાં સાથે ઉભા રહેવા બદલ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓએ વિશેષથી જણાવ્યું હતું કે, જનસંઘથી લઇને પાર્ટીના વિચારોને અક્ષરસહ નિભાવ્યો હોય તો તે મોદી છે. સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બાભંણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પ્રભારી પલ્લવી ઠાકર, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષો્ત કકાણી, વાઇસ ચેરમેન દિનેશભાઇ આલ, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, પૂર્વ શહેર પ્રમુખો હસમુખ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, નિલેશ ઉદાણી, અશોક નંદા, મુકેશ દાશાણી, પૂર્વ મેયરો બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, દિનેશ પટેલ, સનતભાઈ મહેતા સહીતના અગ્રણીઓ કાર્યકર્તા, મોરચા અધ્યક્ષ તથા કાર્યકર્તાઓ, પક્ષના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, યુવા મોરચા, અનુ.મોરચો, કિશાન મોરચો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો સહીત વિશાળ સંખ્યા માં કાર્યકર્તાઓ, એન.જી.ઓ, સામાજિક સંસ્થાઓ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગોપાલ સોરઠીયા તથા વસંતભાઈ ગોરી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ક્ધવીનર ભાર્ગવ ઠાકર તથા સહક્ધવીનર દીપા સોનીની સંયુક્ત યાદી જણાવે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular