મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલ વિજયને જામનગર શહેર ભાજપા દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી. આ તકે ધારાસભ્ય, જામનગર શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતાં.
મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC)ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીના રોજ BMC સહિત કુલ 29 મહાનગર પાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. 16 જાન્યુઆરીના રોજ આ ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં ભાજપ (137 બેઠક) અને એકનાથ શિંદેની શિવસેના (90 બેઠક). મહાવિકાસ અઘાડી (MVA): શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની NCP. આમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ ઠાકરેની MNS સાથે પણ કેટલીક બેઠકો પર જોડાણ કર્યું હતું. કુલ વોર્ડ: 227 માં બહુમતી માટે જરૂરી બેઠકો: 114 જરૂરી રહી હતી. આ વર્ષે મુંબઈમાં અંદાજે 52.94% મતદાન નોંધાયું હતું.
View this post on Instagram
BMC એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, જેનું બજેટ (અંદાજે 74,000 કરોડ રૂપિયા) ગોવા કે મેઘાલય જેવા કેટલાક નાના રાજ્યોના બજેટ કરતા પણ વધારે છે. છેલ્લા 25 વર્ષથી અહીં શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ પક્ષના ભાગલા પડ્યા બાદ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ રહ્યો હતો. ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની રહી, મુંબઈના ઘાટકોપર, મુલુન્ડ, કાંદિવલી અને બોરીવલી જેવા વિસ્તારોમાં ગુજરાતી મતદારોનું વર્ચસ્વ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મતદારો ‘કિંગમેકર’ માનવામાં આવે છે. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ગઢબંધનના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના સભ્યો, વોર્ડ પ્રભારીઓ, સેલ મોરચાના અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.


