સમગ્ર રાજ્યમાં ફરી વળ્યું ઠંડીનું મોજું જો કે, આ વર્ષે ઠંડીની સીઝન મોડી શરૂ થઈ છે. લાગે છે કે, હવે શિયાળાની શરૂઆત રાજ્યમાં થઈ ગઇ છે ઉતર ભારતમાં હિમવર્ષાના કમારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન ઝીરો ડિગ્રી પર પહોંચી ગયું છે. જેને પગલે આવા પર્યટક સ્થળની સુંદરતામાં વધારો થઈ ગયો છે જેને પગલે આવા પર્યટક સ્થળની સુંદરમાં વધારો થઈ ગયો છે. પર્યટકો આવા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે.
જામનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં છેલ્લાં ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જામનગર શહેરમાં માત્ર બે દિવસમાં પારો ગગડતા દિવસ દરમિયાન શહેરકમાં ઠંડો પવન ફુંકાતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 27.0 નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન 11.0 જેટલું નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 32 થી 49 જેટલું નોંધાયું છે અને પવનની ઝડપ 5 થી 10 જેટલી રહી છે. જામનગર શહેરમાં વહેલીસવારે લોકો ચાની ચૂસ્કી, કાવો, ગરમ સુપ વગેરે પી ને ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે. જ્યારે વહેલીસવારે વોકીંગ, જોગીંગ અને કસરતો દ્વારા શહેરને ગરમ અને સ્વસ્થ પણ કરી રહ્યા છે. આવનારા ક્રિસમસના તહેવારોની રજામાં લોકોએ આ ઠંડીની મજા માણતા માણતા શિયાળાને સથવારે રજાઓ ગાળવાની રહેશે.