ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઇ વારોતરીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામ્યુકો વિરોધપક્ષ નેતા ધવલભાઇ નંદા, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા જી.પી. મરવીયા, જામ્યુકો કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલ, સાજીદ બ્લોચ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલ સહિતના શહેર જિલ્લાના હોદ્ેદારો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.