Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવડાપ્રધાનની માતા અંગેની ટીપ્પણીનો જામનગર શહેર ભાજપા દ્વારા વિરોધ

વડાપ્રધાનની માતા અંગેની ટીપ્પણીનો જામનગર શહેર ભાજપા દ્વારા વિરોધ

રાહુલ ગાંધીના પુતળા દહનનો પ્રયાસ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનના માતા અંગે કરવામાં આવેલ ટીપ્પણીના વિરોધમાં જામનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસ દોડી જઇ પુતળા દહન અટકાવ્યું હતું.

- Advertisement -

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સંબંધી કરેલી ટીપ્પણીને લઇ ભાજપા દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગરમાં પણ જામનગર શહેર ભાજપ દ્વારા શનિવારે સાંજે શહેર ભાજપ કાર્યાલય બહાર રાહુલ ગાંધી વિરૂઘ્ધ સુત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમ દ્વારા ભાજપા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા પુતળા દહન અટકાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઇ ખુમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, સાશક પક્ષના નેતા આશિષભાઇ જોષી, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો પ્રવિણભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, મનીષભાઇ કનખરા સહિતના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular