Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

જામનગર શહેર ભાજપ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

હવાઈ ચોક ખાતે શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ઉજવણી

- Advertisement -

આજે દેશભરમાં શહિદ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગરમાં ભાજપ યુવા મોરચાના નેજા હેઠળ હવાઈચોક ખાતે આવેલ શહિદ ભગતસિંહના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અને નમન કરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી અને ત્યારથી જ આ દિવસ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- Advertisement -

શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર જામનગર શહેરમાં તમામ વોર્ડમાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો. જામનગર ભાજપ યુવા મોરચાના નેજા હેઠળ હવાઈચોક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જામનગર ભાજપ અધ્યક્ષ વિમલ કાગથરા, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષ કટારિયા, પૂર્વ મેયર અમીબેન પરીખ, મહા મંત્રી પ્રકાશભાઈ સહિત તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular