Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના વિવિધ પ્રશ્ને રજૂઆત

જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના વિવિધ પ્રશ્ને રજૂઆત

- Advertisement -

જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસના વિવિધ સંવર્ગના જવાનોના પ્રશ્ર્નોના નિરાકરણ લાવવાની માગણી સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યૂટી ઉપર રહે છે

- Advertisement -

ત્યારે પોલીસ દળના વર્ષો જુના પડતર પ્રશ્ર્નો જેવા કે, હથિયારધારી, બિન હથિયારધારી પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનના હાલના પગાર ભથ્થાના માળખામાં સુધારો કરી 24 કલાકની ડ્યૂટી પ્રમાણે નવા ગ્રેડ સાથે અદ્યતન પગાર ભથ્થા લાગુ કરવા, કોન્સ્ટેબલથી લઇ પીએસઆઇ સુધીના વર્ગ-3ની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરી પારદર્શકતા અને ઝડપ આવે તે માટે રાજ્યકક્ષાએ પોલીસ બદલી કમિટીની રચના કરવી, એસઆરપી બટાલીયનને મહાનગરો અને જિલ્લામાં જરુરીયાત પ્રમાણે સ્થાયી કરવા પોલીસ સમસ્યાઓના નિવારણ માટે પોલીસ યુનિયનની માન્યતા આપવી, વતન સિવાયના જિલ્લામાં પોસ્ટીંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતાના ધોરણે રહેણાંકનું મકાન ફાળવવા સહિતના પ્રશ્ર્નો અંગે જામનગર શહેર આમ આદમી પાટી પ્રમુખ કરશનભાઇ કરમુર સહિતના હોદ્ેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular