તા. 26 નવેમ્બર-2023ને રવિવારના સવારે 11 કલાકે હાર્ટફૂલનેશ ઇન્સ્ટિટ્યૂટના વડા મથક કાન્હા શાંતિ વનમ, હૈદરાબાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે અને હાર્ટફૂલનેશ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ગાઇડ કમલેશ ડી. પટલ-દાજી સાથે મળીને સંસ્થાના કરોડો લોકો સાથે ધ્યાન કરવાના છે. આ કાર્યક્રમને લઇને હાર્ટફૂલનેશ ઇન્સ્ટિટ્યૂટ-રામચંદ્ર મિશન-જામનગર કેન્દ્રના હજારો ભાઇઓ-બહેનો પોતાના પરિવાર મિત્રો સાથે મળીને ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે.
હાર્ટફૂલનેશ સંસ્થા 75 વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિનનફાકારક સંસ્થા છે. હાલમાં હાર્ટફૂલનેશ સંસ્થા 160 દેશોમાં કાર્યર છે અને તે 16000થી વધુ પ્રમાણિત સ્વયંસેવક પ્રશિક્ષકોની વૈશ્ર્વિક ટીમ દ્વારા હૃદય પર આધારીત ધ્યાન પધ્ધતિની નિ:શૂલ્ક સેવાઓ સમગ્ર વિશ્ર્વમાં આપે છે.
હાર્ટફૂલનેશ સંસ્થા દ્વારા લોકોને રિલેકસેશન, ધ્યાન કાર્યાલય અને સ્વસાથે જોડવા માટેની સરળ અને અસરકારક પધ્ધતિઓ શીખજવામાં આવે છે. કમલેશ પટેલ જેઓ લોકો દાજીના ઉપનામથી ઓળખે છે. 2011માં તેમને એક સદી જુની હાર્ટફૂલનેશ ધ્યાન પધ્ધતિના ચોથા આઘ્યાત્મિક ગુરુના વંશ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. હાલમાં દાજી દુનિયાના 160થી વધુ દેશોમાં વસતા લાખો સાધકોને તેમનો આધ્યાત્મિક સહારો આપી રહ્યા છે. એક વ્યવહારુ અભિગમ જે તેમના પોતાના અનુભવ અને આ ક્ષેત્રમાં નિપૂણતાથી ઉદ્ભવે છે. તેઓ ખાસ કરીને આજના યુવાનોને સહારો આપે છે તથા તેમને વ્યવહારુ સ્વવિકાસના સાધનો અને સાર્વત્રિક મૂલ્યો સાથે માર્ગદર્શન આપે છે. 5000 શાળાઓ, યુનિ.ઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે આ ગતિશિલ સ્વવિકાસ કાર્યક્રમોથી લાભ મેળવી રહ્યાં છે.
જામનગરમાં હાર્ટફૂલનેશ ઇન્સ્ટિટ્યૂટ રામચંદ્ર મિશનનું કેન્દ્ર 1991થી ચાલે છે અને 1991થી અત્યાર સુધીમાં જામનગર તથા આજુબાજુના વિસ્તારો જેવા કે, વિજરખી, વસઇ, મોટીભલસાણ, વાગડીયા, હર્ષદપુર, વિભાપર, સિક્કા, ખંભાળિયા, મોટીલાખાણી, નંદાણા, દત્રાણાા, આશિયાવદર, મેઘપર ટીટોડી, ભાડથર, આસોટા, ચરકલા, દ્વારકા વગેરે જેવા વિસ્તારોના હજારો લોકોએ આ સંસ્થાનો ફાયદો મેળવી તદ્ન નિ:શૂલ્ક રીતે ધ્યાન, મુદ્રા, યોગ, સરળ જીવનશૈલી જૈવિક ખેતી જેવી અનેક બાબતો શીખવે છે. જામનગરમાં આ સંસ્થાના 15 કરતાં વધુ અધિકૃત ટ્રેનર્સ છે. જેઓ પોતાના વ્યવસાયિક તથા ધંધાકીય કામો પૂર્ણ કરતાં કરતાં કોઇપણ જ્ઞાતિ જાતિ કે, ધર્મના લોકોને નિ:શૂલ્ક રીતે આઘ્યાત્મક, ધ્યાન, મુદ્રા વગેરે જ્ઞાન આપે છે અને તેનું વ્યવહારીક પાલન કરતાં અનુભવ કરાવે છે. તાજેતરમાં આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા જામનગરમાં ચાર સ્કુલ્ોના વિદ્યાર્થીઓને યોગ-ધ્યાન અને એકાગ્રતાની તાલિમ નિ:શૂલ્ક રીતે અપાઇ રહી છે અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને ચેમ્બર સંલગ્ન એવા 1300થી વધુ લોકોને અલગ-અલગ વિષયો પર તાલિમો અપાઇ છે. તેમ જામનગર કેન્દ્રના અધિકૃત ટ્રેનર એડવોકેટ અક્ષતભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે.