જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં વેપારી યુવાન સાથે ઉત્તરપ્રદેશના ફરીદાબાદની મહિલા દ્વારા 2015 થી 2020 સુધીના સમય દરમિયાન 21,91,180 ની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન ખરીદ કરી છેતરપિંડી આચરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના 58 િગ્વીજય પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતાં ભાવિનભાઈ રમેશભાઇ મંગે (ઉ.વ.36) નામના યુવાન વેપારી પાસેથી ઉત્તરપ્રદેશના ફરીદાબાદમાં રહેતા મંજુબેન વિવેક પાંડે નામની મહિલા દ્વારા તેના શ્રીદુર્ગા એન્જીનિયરીંગ વર્કસ કારખાના માટે 2006 -07 થી ભાવિનભાઈ પાસેથી બ્રાસપાર્ટના સામાનની ખરીદી કરવાનો વ્યવહાર હતો. વર્ષોથી ચાલી રહેલા વ્યવહાર દરમિયાન વર્ષ 2015 થી 2020 સુધીના સમય ગાળામાં મહિલાએ ભાવિનભાઈ પાસથી કટકે-કટકે રૂા.21,91,180 ની કિંમતનો સામાન મંગાવ્યો હતો અને આ સામાન પેટે ચૂકવવાના થતા રૂા.21.91 લાખ જામનગરના વેપારીને ચૂકવ્યા ન હતાં. વેપારી દ્વારા અવાર-નવાર ઉઘરાણી કરવા છતા રૂપિયાની વેપારીની ચૂકવણી કરવામાં આવી ન હતી. જેથી કંટાળીને વેપારીએ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એલ બી જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.