જામનગરમાં જાણીતા બિલ્ડર મેરામણભાઈ પરમારને હૃદયરોગનો હુમલો આવતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગતરાત્રિના સમયે નિધન થવાથી બિલ્ડરલોબીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમાર (ઉ.વ.55) ને ગઈકાલે હૃદયરોગનો હુમલો આવતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગત રાત્રિના નિધન થવાથી જામનગરની બિલ્ડરલોબીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેરામણભાઈ પરમારે જામનગરના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર, મિલનસાર અને ઉદાર દિલ ધરાવતા મેરામણભાઈ બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે અને હંમેશા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં અગ્રેસર રહ્યા હતાં. જામનગરના વિકાસમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. જામનગર સહિત ગુજરાતભરમાં સફળ બિઝનેસમેન તરીકે ઓળખ ધરાવતા મેરામણભાઈ રાજકીય અગ્રણીઓ તથા નામાંકિત વ્યક્તિઓ સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિએ અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓમાં નોંધપાત્ર દાનને કારણે લોકોમાં અલગ ઓળખ ઉભી કરી હતી. મેરામણભાઈના અચાનક નિધનથી મિત્રવર્તુળો, પરિવાર અને બિલ્ડરલોબીમાં મોટો ફટકો પડયો છે. ગત રાત્રિના મેરામણભાઇના નિધન બાદ આજે બપોરે 12 વાગ્યે તેમના પાર્થિવ દેહને જામનગર લાવવામાં આવ્યો હતો અને બપોરે 3 વાગ્યે સ્મશાન યાત્રા નિકળશે.
રાજ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સના, પદમ બેન્કવેટ એન્ડ લોન્સ તથા પંચકર્મ હોટલ એન્ડ રિસોર્ટ સહિતના જામનગર તથા અમદાવાદના વ્યવસાયી ધરાવતા તેમજ પ્રમુખ દેવ પેટ્રોલિયમ, શિવ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા એન વી એન સ્કુલ નયારા ગુ્રપ સાથે સંકળાયેલા મેરામણભાઈ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ આગવું નામ ધરાવતા હતાં. તેમના પરિવારમાં પત્ની કિર્તીબેન તથા બે પુત્રો દેવ અને આર્ય તેમજ પરિવારજનોમાં તેમના નિધનથી ઘેરા શોકની લાગણી છવાઈ હતી.