Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનેશનલ એથ્લેટિકસમાં ગોલ્ડ મેડલ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યુ

નેશનલ એથ્લેટિકસમાં ગોલ્ડ મેડલ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યુ

- Advertisement -

હરિયાણામાં દ્રોનાચાર્ય સ્ટેડિયમ કુરૂક્ષેત્ર ખાતે 4 થી નેશનલ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2023 માં કુલ 18 રાજ્યોના 2500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી જામનગરના 20 સ્પર્ધકો કે જે 35થી 100 વય જુથમાં આવે છે. તેમણે કુલ 5 ગોલ્ડ મેડલ, 8 સીલ્વર મેડલ, 8 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં. જેમાં જામનગરના જાણીતા બ્રહ્મ અગ્રણી સોશિયલ એકટીવીટીસ સાથે સંકળાયેલા એડવોકેટ દિપાલીબેન પંડયાએ પ્રથમ વખત કુરૂક્ષેત્ર ખાતે ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત અને જામનગરનું નામ રોશન કર્યુ હતું.

- Advertisement -

આ અગાઉ પણ તેમણે ડિસેમ્બર 22 માં નડિયાદ ખાતે સ્ટેટ લેવલ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં પણ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. જેઓ બ્રહ્મસમાજ તેમજ જામનગરનું ગૌરવ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular