જામનગર ખાતે તીરૂપતી પાર્ક ખાતે વસવાટ કરતા રીતેશ દિનેશભાઈ હાંડા ત્થા દિનેશ જગદીશભાઈ હાંડા આરોપીઓએ મુંબઈ ખાતેથી મેકેડ્રોન ડ્રગ્સનો પાઉડર ખરીદ કરેલ હોય, અને કિંમતી ડ્રગ્સ ખરીદ કરવા માટે તેમને પૈસાની લેતીદેતી કરવા માટે મદદ મયુરસીંહ પ્રવિણસીંહ વાઢેરે કરી હોય અને આ તમામ આરોપીઓએ જામનગરમાં મેકેડ્રોન ડ્રગ્સ આયાત કરી અને તેમના પાસે છુપાવી અને રાખેલ હતું અને આ દરમ્યાન સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ધ્વારા રેઈડ કરી અને તા.પ/10/ર0ર0ના રોજ તીરૂપતી ખાતે આરોપીઓના રહેણાંકના ઘરે રેઈડ કરતા આ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ, આથી પોલીસે મેકેડ્રોન ડ્રગ્સ સહીત રૂા.3,60,700નો મુદામાલ સાથે આરોપીઓની અટક કરવામાં આવેલ આરોપીની અટક થતાં આરોપીઓ ધ્વારા આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેના ડ્રગ્સ પેડલર પાસેથી ખરીદ કરવામાં આવેલ હોવાનું જણાવતા આરોપીઓની પુછપરછ કરતા માત્ર અને માત્ર મુંબઈ ખાતે વસવાટ કરતા ફહીમ પાસેથી ખરીદ કરેલ હોય, આ સીવાયની કોઈ જ હકિક્ત જણાવતા ન હોય જેથી તપાસ કરનાર ધ્વારા આરોપીઓની 14 દિવસની રીમાંડની માંગણી કરાયેલ, જે રીમાંડની માંગણી ટ્રાયલ કોર્ટે રદ કરતા, પોલીસ ધ્વારા સેશન્સ અદાલતમાં રીમાંડની માંગણી કરવા માટે રીવીઝન અરજી દાખલ કરવામાં આવેલ અને રજુઆત કરાયેલ કે, મુંબઈના ડ્રગ્સ પેડલર ત્થા આ કૌભાંડમાં જેકોઈ સંડોવાયેલા હોય તેના મુળ સુધી પહોંચવા આરોપીઓના રીમાંડ લેવા ખુબજ જરૂરી હોય અને આરોપીઓ ધ્વારા આ ડ્રગ્સ કેટલો જથ્થો ખરીદ કરેલ છે અને કોને કોને વેંચાણ કરેલ છે તેની કોઈ જ હકિક્ત જણાવતા નથી અને માત્ર મુંબઈેથી એક ફહીમ નામના ઈસમનું નામ આપતા હોય જેથી આરોપીઓને રીમાંડમાં લઈ અને મુંબઈ ખાતે તપાસ કરવાની હોય અને આ ડ્રગ્સ પાછળ કોણ-કોણ ઈસમો સંડોવાયેલા હોય અને કોને કોને વેંચાણ કરેલ હોય ત્થા આ ડ્રગ્સના રેકર્ડ પાછળ કોણ કોણ સંડોવાયેલા હોય તેવી તમામ હકિક્ત અને તપાસ કરવાની બાકી હોય જેથી રીમાંડની જરૂરીયાત હોવાની દલીલો કરવામાં આવેલ જેની સામે આરોપી તરફે આ દલીલોનો વિરોધ કરી અને જયારે મુદામાલ કબજે થઈ ગયેલ છે.
આરોપીઓની અટક થઈ ગયેલ છે. તેવા સંજોગોમા માત્ર અને માત્ર અનુમાન આધારીત કારણોથી આરોપીનો વધુ કબજો સોપી શકાય નહી અદાલત સમક્ષ્ા માત્ર અને માત્ર અનુમાનીત આધારીત વધુ સમયની માંગણી કરેલ હોય તેનો કોઈ પુરાવો રજુ કરેલ ન હોય ત્થા તે અંગે કોઈ સ્પષ્ટતા પણ કરેલ ન હોય તેવા અનુમાનીત આધારીત કારણોથી રીમાંડ ઉપર સોપી શકાય નહી આ સાથે વડી અદાલતના ચુકાદાઓ પણ રજુ કરી અને આરોપીને રીમાંડની ઉપર ન સોંપી શકાય તે સંદર્ભે દલીલો કરવામાં આવેલ હતી, આ તમામ રજુઆતો ધ્યાને લઈ અને આરોપી તરફે રજુઆતો ધ્યાને લઈ તપાસ કરનાર અધિકારી ધ્વારા 14 દિવસની આરોપીની માંગવામાં આવેલ રીમાંડ અંગેની રીવીઝન અરજી નામંજુર કરેલ, આ કામે આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, ત્થા આસી. નિતેશ મુછડીયા રોકાયેલા હતા.